બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે અરજી કરો ! Free Beauty Parlour Kit Sahay Yojana 2023

[નવા ફોર્મ ભરાવાના શરૂ] બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023-24, અહીંથી ભરો ફોર્મ

માનવ ગરીમા યોજના 2023 manav kalyan yojana form 2023

Beauty Parlour Kit Sahay Yojana Gujarat : માનવ ગરિમા સ્કીમ હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર સ્ટાર્ટ કરવા માટે બ્યુટી પાર્લર કીટ સહાય આપવામાં આવે છે. હવે અમે તમને બ્યુટી પાર્લર કીટ સહાય યોજના વિષે તમામ વિગતો આપીશું જેથી કરીને તમે આ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકશો.Manav Kalyan Yojana Form 2023

Beauty Parlour Kit Sahay Yojana 2023-24 - Apply Online 

  • યોજનાનું નામ જાણો - બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023
  • આ યોજના કોના હેઠળ ચાલે છે  :- માનવ ગરિમા યોજના 2023
  • નાણાંકીય સહાય :- તારીખ :૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની લિસ્ટ મુજબની મર્યાદામાં
  • પોર્ટલ :- e-kutir.gujarat.gov.in
  • વય મર્યાદા:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
  • કાર્યકરી વિભાગનું નામ :- કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ

બ્યુટી પાર્લર કીટ સહાય 2023 -અરજી કરો અહી થી 

સરકાર દ્વારા મફત બ્યુટી પાર્લર કીટ સહાય 2023-24 હેઠળ શ્રમિકો અને ગરીબ મહિલાઓ ફ્રી બ્યુટી પાર્લર કીટ મેળવીને પોતાનું અને પોતાના કુટુંબનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક હેતુ મહિલાઓને રોજગાર આપવાનો છે. Beauty Parlour Kit Sahay yojana યોજના હેઠળ મહિલાઓ મફત બ્યુટી પાર્લર કીટ મેળવીને ઘરે બેસીને પોતાનો ધંધો શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારા એવ રૂપિયા કમાઈ શકે છે. આ યોજનાનો લાભ ગુજરાતનાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની નાણાકીય રીતે નબળા મહિલાઓ અને મજૂરી કરતી મહિલાઓને આપવામાં આવશે.

બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ લેવા માટેની જારુરી પાત્રતા

ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાયતા સ્કીમનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા લાભ લેવા માટેની લાયકાત નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  1. આ યોજના હેઠળ અરજી કરનાર મહિલાઓની વય ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  2. અરજી કારનરના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂપિયા.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના સતાવાર અધિકારીનો આવકનો દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે.
  3. આ સ્કીમ હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓનેજ લાભ મળશે, 
  4. આ સ્કીમમાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તે પણ લાભ લઈ શકે છે.

બ્યુટી પાર્લર કીટ સહાય માટે ડોક્યુમેન્‍ટની યાદી 

  1. અરજી કરનારનું આધાર કાર્ડ
  2. જન્મ સર્ટિફિકેટ 
  3. રાસન કાર્ડ
  4. રહેઠાણનો પુરાવો (લાઇટ બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ, જમીનના ડોક્યુમેંટ્સ માથી કોઈપણ એક)
  5. ફોન નંબર
  6. વાર્ષિક આવકનું સર્ટિફિકેટ 
  7. એલ.સી
  8. વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  9. જો મહિલા અક્ષમ હોય તો અપંગ તબીબી સર્ટિફિકેટ 
  10. જો મહિલા વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા સર્ટિફિકેટ 

આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ: https://esamajkalyan.gujarat.gov.in/ પર જવાનું રહેશે 
  • તમારી સામે સત્તાવાર વેબસાઇટનું હોમ પેજ ખુલશે
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ સત્તાવાર વેબસાઇટ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવો  પડશે.
  • હવે તમારે "Login" ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે સત્તાવાર વેબસાઇટ પર લૉગિન કરી શકો છો.

આ યોજના સહાય માટે અરજી ફોર્મ ભરવા માટેની વિગતો 

  • ફ્રી બ્યુટી પાર્લર કીટ યોજના માટેનું અરજી ફોર્મ "PDF File"ડાઉનલોડ કરી લો. (અહીં ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની લિન્ક નીચે આપેલ છે.ત્યથી મેળવી શકો છો)
  • અરજી ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી વિગતો સાચી ધ્યાનથી ભરી લો.
  • માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
  • ફોર્મ ઉપર પાસપોર્ટ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે કાર્યાલયમાં જમા કરાવવું.

મહત્વપૂર્ણ લિન્ક 

Related Posts

Post a Comment