પાવર થ્રેસર સહાય યોજના | Power Thresher Sahay Yojana Gujarat 2023 - Apply online

આઈ ખેડૂત પાવર થ્રેશર સહાય યોજના 2023  : આ યોજના અંતર્ગત ખેડૂતોને પાવર થ્રેસર ખારીદવા માટે સરકાર આપશે રૂપિયા 80 હજારની નાણાકીય સહાય

ટેકટર સબસીડી 2023 પ્રધાનમંત્રી ટ્રેક્ટર યોજના ટ્રેક્ટર ની સબસીડી સબસીડી યોજના 2023 કિસાન સબસીડી યોજના રોટાવેટર સહાય યોજના sarkari yojana gujarat કિસાન સહાય યોજના ખેતીવાડી ની યોજનાઓ 2023

Power Thresher Sahay Yojana Gujarat 2023 - Apply online

પાવર થ્રેશર સહાય યોજના Sarkari Yojana Gujarat પાવર થ્રેશર સહાય યોજના ગુજરાત  2023 આ યોજના માં પાવર થ્રેશર ખરીદવા મળશે 80 હજાર રૂપિયાની સહાય : વ્હાલા પ્રિય મિત્રો , ટૂંક સમયમાં ખેતીવાડી વિભાગ દ્વારા અનેક ખેતીવાડી યોજનો શરૂ કરવામાં આવી છે. જેમાં આપણે પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજના, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર યોજના, તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજનાની વિગતવાર જાણકારી મેળવી ચૂક્યા છીયે. ગુજરાત સરકાર દ્વારા થ્રેસર માટે પણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આજના આ પોસ્ટમાં આપણે પાવર થ્રેસર સહાય યોજનાની સંપૂર્ણ ચર્ચા કરીશું. Power Thresher Sahay Yojana Gujarat હેઠળ શું લાભ મળે તેની પણ વિગતવાર માહિતી મેળવીશું.

પાવર થ્રેસર સહાય યોજના / Power Thresher Sahay Yojana Gujarat 

ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા અનેક યોજના શરૂ કરવામાં આવી છે . આ યોજનાઓ થકી સરકાર ખેડૂતને નાણાકીય સહાય આપવાનો પ્રયત્ન કરે છે. જેમાં Power Thresher Sahay Yojana શું છે? તેની વિગતવાર માહિતી મેળવીશું. પાવર થ્રેસર સહાય યોજના હેઠળ શું શું ફાયદા મળે? કેવી રીતે ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં દસ્તાવેજની જારૂર પડશે તે તમામ માહિતી મેળવીશું.

પાવર થ્રેસર સહાય યોજના 2023 – ઓવરવ્યૂ

  • યોજનાનું નામ જાણો :- પાવર થ્રેસર સહાય યોજના
  • પોસ્ટની ભાષા :- ગુજરાતી અને અંગ્રેજી
  • યોજનાનો હેતુ :- આ યોજનાનો હેતુ એ ખેડૂતને પાવર થ્રેસરની ખરીદી માટે સહાય આપવાનો છે.
  • કાર્યકારી વિભાગનું નામ :- ખેતીવાડી વિભાગ
  • શું સહાય મળે છે? :- ખેડૂતને પાવર થ્રેસરની ખરીદી કરવા માટે રૂપિયા. ૨.૫૦ લાખ સુધીની આર્થિક સહાય મળવા પાત્ર છે.    
  • ઓફિશિયલ પોર્ટલ :- https://ikhedut.gujarat.gov.in/  
  • અરજીની પદ્ધતિ ;- ઓનલાઇન

પાવર થ્રેસર સહાય યોજનાનો મુખ્ય હેતુ 

ગુજરાત સરકાર દ્વારા પેડી ટ્રાન્સ પ્લાન્ટર, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, પ્લાઉ, ડીગર જેવા સાધનો માટે આર્થિક સહાય આપે છે. ગુજરાત સરકાર દ્વારા પાવર થ્રેસરની ખરીદીને પ્રોત્સાહન આપવા આ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ સ્કીમનો હેતુ એ ખેડૂતને પાવર થ્રેસરની ખરીદી માટે નાણાકીય મદદ મળી રહે 

પાવર થ્રેસર સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા શું હોવી જોઇયે

પાવર થ્રેસર સહાય યોજના 2023ની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લાભાર્થીઓને (ખેડૂતોને) મળવાપાત્ર છે.
  • આ ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા પાંચ વર્ષ છે.
  • ખેડૂતને ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ રકમ ડીસ્કવરીના ઉદેશ્ય માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે પાવર થ્રેશર ખરીદી કરવાની રહે છે.

આ સહાય યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

  • ટ્રેકટર/પાવર થ્રેસર (૨૦ BHP. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના 40% અથવા રૂપિયા. ૨૫ હજાર જે ઓછુ હોય તે મળશે, 
  • ટ્રેકટર (20 થી વધુ અને ૩૫ BHP સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના 40% અથવા રૂપિયા. 30 હજાર જે ઓછુ હોય તે મળશે, 
  • ટ્રેકટર (35 BHP. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના 40% અથવા રૂપિયા. 80 હજાર જે ઓછુ હોય તે મળશે, 
  • થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર 4 ચાર ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ BHP . થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના 40 % અથવા રૂપિયા. ૨.૦૦ લાખ જે ઓછુ હોય તે મળશે

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેંટ્સ 

આઈ ખેડૂત  પોર્ટલ પર ચાલતી પાવર થ્રેસર આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે દસ્તાવેજ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 ઉતારાની જમીનની ઝેરોક્ષ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)
  • આધારકાર્ડની ઝેરોક્ષ  (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની ઝેરોક્ષ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • ખેડૂત જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની ઝેરોક્ષ  (હોય તો)
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની જે તે  વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • ફોન નંબર

અરજી કઈ રીતે કરવી?

આઈ ખેડૂત સાઇટ પર ખેતીવાડી વિભાગ દ્વારા પાવર થ્રેસર સહાય સ્કીમ ચલાવવામાં આવે છે. આ માટે તમારે નીચેના સ્ટેપ્સનું પાલન કરવું પડશે

  • પ્રથમ વાર Google ખોલીને “ikhedut” સર્ચ કરવું પડશે, 
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ સાઇટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી પડશે.
  • આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-એક પર આવેલી “ખેતીવાડી સહાય યોજના” ખોલવું.
  • જેમાં “ખેતીવાડી સહાય  યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ જોવા મળશે.
  • જેમાં 14 નંબર પર પાવર થ્રેસર યોજના પર ક્લિક કરવું.
  • જેમાં પાવર થ્રેસર માટે સહાય યોજનામાં “અરજી અહીથી કરો” તેના પર ક્લિક કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર ઉમેદવાર ખેડૂત છો? જેમાં જો તમે નોધણી કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે નોધણી કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને ફોન નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે આઈ ખેડૂત પર નોધણી કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ "અરજી સેવ કરો" ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક માહિતી તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબર માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે ઝેરોક્ષ / કોપી મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

Related Posts

Post a Comment