ગુજરાત બાગાયતી યોજના 2023 - વિષે માહિતી | i-khedut પોર્ટલ @ikhedut.gujarat.gov.in

Bagayati Yojana 2023 | બાગાયતી યોજના - વિષે માહિતી ઓનલાઈન અરજી કરો

I-khedut Bagayati Yojana 2023 | બાગાયતી યોજનાઓની યાદી

બગાયતી યોજના ગુજરાત 2023  : ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને ગુજરાત બાગાયતી સહાય યોજનાના લાભો માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું. સરકાર ખેતી માટે અનેક યોજનાઓ શરૂ કરે છે યોજના સંબંધિત તમામ જાણકારી આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે. ગુજરાત રાજ્યનો કોઈપણ પાત્ર નાગરિક બાગાયતી ખેતી સહાય યોજના માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે અને તેમની અરજીની સ્થિતિ ફ્રીમાં તપાસી શકે છે.

ગુજરાત બગાયતી યોજના 2023 - માહિતી જુઓ 

  • લેખનું નામ :- ગુજરાત બાગાયતી યોજના 2023
  • લેખની ભાષા :- અંગ્રેજી અને ગુજરાતી
  • યોજનાનો મુખ્ય હેતુઃ- ગુજરાતના ખેડૂતોને કૃષિ યોજનાઓનો લાભ આપવાનો
  • લાભાર્થી :- ગુજરાતના ખેડૂતો
  • કુલ યોજનાઓ:- આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ 60 કૃષિ યોજનાઓ શરૂ કરવામાં આવશે
  • છેલ્લી તારીખ:- 31/05/2023
  • સત્તાવાર પોર્ટલ :- https://ikhedut.gujarat.gov.in/
  • એપ્લાય મોડ :- ઓનલાઈન

ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતો માટેનું ઓનલાઈન પોર્ટલ જાહેર કર્યું છે. આ પોર્ટલ ગુજરાત સરકારની તાજેતરની ખેડૂત યોજના વિશેની તમામ જાણકારી આપે છે. ઉપરાંત, ખેડૂતો કોઈપણ યોજના I-khedut પોર્ટલ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

બાગાયતી યોજના ગુજરાત 2023 / જરૂરી દસ્તાવેજો :

  • ખેડુત નોંધની પત્ર નં.
  • 7-12, 8-A ખાતા નં.
  • બેંક સેવિંગ એકાઉન્ટ નંબર.
  • ચેક નં.
  • આધાર કાર્ડ નં.
  • રેશનકાર્ડ નં.
  • મોબાઈલ નંબર.
આ બધા દસ્તાવેજો જોડો અને તેના પર સહી કરો અને તેને ગ્રામ સેવકને આપો.

બાગાયતી યોજનાઓની લિસ્ટ 2023

તાજેતરમાં ગુજરાત સરકારના બાગયતી વિભાગ દ્વારા ખેડૂતને સીધો ફાયદો આપવા માટે યોજનાઓ ઓનલાઈન વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. જેનું લિસ્ટ નીચે મુજબ છે. બાગાયતી યોજનાઓની લિસ્ટ ક્રમ 1 થી 60 આપેલો છે

1.અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
2.અનાનસ (ટીસ્યુ)
3.અન્ય સુગંધિત પાકો
4.ઉત્પાદન એકમ
5.ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે હેલ્પ 
6.કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
7.કંદ ફૂલો
8.કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ
9.કેળ (ટીસ્યુ)
10.કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
11.કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
12.કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે
13.કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
14.કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
15.ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
16.ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ
17છુટા ફૂલો
18.જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
19.ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
20.ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
21.ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેય.ર
22.ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા)
23.દાંડી ફૂલો (કટ ફલાવર્સ)
24.નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના
25.નાની નર્સરી (૧ હે.)
26.નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે
27.પપૈયા
28.પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)
29.પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)
30.પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
31.પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
32.પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે
33.પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
34.પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ
35.પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન)
36.પ્લગ નર્સરી
37.પ્લગ નર્સરી (વનબંધુ)
38.પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
39.પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન
40.ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં હેલ્પ 
41.ફળપાકના વાવેતર(ડાંગ જિલ્લા માટે- HRT-10)
42.ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે માહિતી 
43.ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)
44.ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા )
45.બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં હેલ્પ 
46.બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે હેલ્પ 
47.બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના
48.મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)
49મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર
50.રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)
51.રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ
52.લીફટીસ્યુ એનાલીસીસ લેબોરેટરીની સ્થા૫ના
53.લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ
54.વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
55.વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)
56.સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ
57.સ્ટ્રોબેરી
58.સ્પાન મેકીંગ યુનિટ
59.સ્વયં સંચાલિત બાગાયત મશીનરી
60.હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય

How To Online Apply For I-khedut Bagayati Yojana (બાગાયતી યોજના માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી)

ikhedut પોર્ટલ પર બાગાયતી યોજના ગુજરાત  માટે ઓનલાઇન અરજી કરવા માટે, નીચેના સ્ટેપ્સને અનુસરો:

સ્ટેપ્સ 1: ikhedut પોર્ટલ યોજના ગુજરાતની સત્તાવાર પોર્ટલની મુલાકાત લો : @ ikhedut.gujarat.gov.in
સ્ટેપ્સ 2: હોમ પેજ પર ‘Schemes’ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ્સ 3: તમારી જરૂરિયાતોને અનુરૂપ યોજના પસંદ કરો.
સ્ટેપ્સ 4: તમે જે યોજનામાં નોંધણી કરવા માંગો છો તેની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ્સ 5: જો તમે પહેલાથી જ રજીસ્ટર છો, તો ‘ના’ ઓપ્શન પર ક્લિક કરો, પછી ‘આગળ વધો’.
સ્ટેપ્સ 6: ‘નવું એપ્લિકેશન ફોર્મ’ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ્સ 7: તમામ જરૂરી માહિતી અને બેંક વિગતો ભરો.
સ્ટેપ્સ 8: ઉમેદવારનું રેશન કાર્ડ અને જમીનની વિગતો ભરો.

ગુજરાત બાગાયતી યોજના અરજી કરવા માટે મહત્વની તારીખ

ikhedut પોર્ટલ પર ગુજરાત બાગાયતી યોજના માટેની મહત્વપૂર્ણ તારીખો નીચે મુજબ છે,
  • ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ :- 22મી એપ્રિલ 2023
  • ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 31મી મે 2023

Important link

Related Posts

Post a Comment