Hamraaz App ડાઉનલોડ કરો : આ એપ પર ભારતીય સેનાની પેસ્લિપ કેવી રીતે જોવી? જાણો શું છે પ્રક્રિયા

Post a Comment

Hamraaz App ડાઉનલોડ કરો – hamraazmp8.gov.in પર ભારતીય સેનાની પેસ્લિપ કેવી રીતે જોવી? શીખો : જાણો શું છે પ્રક્રિયા

Hamraaz App ડાઉનલોડ કરો: આ એન્ડ્રોઇડ આધારિત Hamraaz App ખાસ કરીને આર્મી સૈનિકોની ટેકનિકલ ટીમ (એડજ્યુટન્ટ જનરલ્સ બ્રાન્ચ (MP-8)) દ્વારા ભારતીય આર્મીના સૈનિકોની સેવા માટે તેમની સેવા અને તેમના એન્ડ્રોઇડ ફોન પર પગાર સંબંધિત જાણકારી પૂરી પાડે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ ભારતના સામાન્ય નાગરિકો કરી શકાતા નથી.

સૈન્યનો પ્રાથમિક હેતુ દેશની સરહદોની અંદર અને બહારના જોખમોથી દેશને બચાવવાનો છે. તેઓ ભારતની શાંતિ અને સરહદ સુરક્ષા જાળવી રાખે છે. દળોનું સંચાલન અને વિવિધ રેન્ક અનુસાર પગારની ચૂકવણીનું નિયંત્રણ સંરક્ષણ મંત્રાલય અને ભારતની કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. લશ્કરી સભ્યોને ચૂકવવાપાત્ર દર મહિને પગાર અને ભથ્થાઓ તેમના ખાતામાં જમા કરવામાં આવે છે.

Hamraaz Appનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે,

એપનું નામહમરાઝ ઈન્ડિયન આર્મી એપ
આ એપ દ્વારા વિકસાવવામાં આવી છેઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય
એપ કદ13 MB
સિસ્ટમની આવશ્યકતાએન્ડ્રોઇડ
અધિકૃત વેબસાઈટhamraazmp8.gov.in

Hamraaz App / Hamraaz વેબનો મુખ્ય હેતુનું સંક્ષિપ્ત વર્ણન

ભારતીય આર્મી જવાનો માટે Hamraazmp8 નામનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મનો હવતું સેનાના જવાનોને તેમની ભરતી, એડવાન્સમેન્ટ અને પગાર અંગેની જાણકારી આપવાનો છે. વેબસાઇટ અને એપ બંને સાઇટhamraazmp8.gov.in પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન કોઈપણ વેબ સ્ટોર પર ઉપલબ્ધ નથી, તે માત્ર Hamraazmp8.gov.in ની સત્તાવાર સાઇટપરથી ડાઉનલોડ કરી શકાય છે.

આ Hamraaz App અથવા Hamraaz વેબનો ઉપયોગ કરીને તમારે લોગિન ઓળખપત્ર મેળવવા માટે એક રજીસ્ટ્રેસન કરાવવું પડશે, અને આ રીતે તમે Hamraaz App અને વેબસાઇટ દ્વારા ભારતીય સેના પે સ્લિપ ડાઉનલોડ કરી શકો છો. અને તેને મેળવી શકો છો,

Hamraaz App કેવી રીતે ડાઉનલોડ કરવી?

જો તમે Hamraaz App ડાઉનલોડ કરવા માંગો છો તો તમારે નીચેના સ્ટેપ્સ ફોલો કરવા પડશે-

  • સૌથી પહેલા તમારે તમારા ફોનમાં હમરાઝ એપ: http://hamraazmp8.gov.in ની ઓફિશિયલ સાઇટ ખોલવિ પડશે
  • પછી તમને આ સાઇટના હોમ પેજ પર બે વિકલ્પો દેખાશે.
  • તેમાંથી એક બાર કોડ દેખાશે અને બીજી બાજુ તમને ડાઉનલોડ એપ્લિકેશન માટે અહીં ક્લિક કરોનો વિકલ્પ જોવા મળશે .
  • જો તમે બાર કોડની મદદથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માંગો છો, તો તમે તે બાર કોડને સ્કેન કરીને આ એપ ડાઉનલોડ કરી શકો છો.
  • બે માઠી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી તમે તમારા ફોનમાં Hamraaz App સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
  • આ એપને ફક્ત ભારતીય સેનાના જવાનો જ ડાઉનલોડ કરી શકે છે, આ એપ સમાન્ય નાગરિકો માટે નથી.

Hamraaz App માંથી પેસ્લિપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

Hamraaz App માંથી પે સ્લિપ ડાઉનલોડ કરવા માટે તમે નીચેના પગલાને ફોલો કરી શકો છો-

  • સૌપ્રથમ Hamraaz App અથવા તેની વેબસાઇટ ખોલો અને તમારા એકાઉન્ટમાં લોગિન કરો અને પેસ્લિપ વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • આ પછી, તમારે તે મહિનો પસંદ કરવો પડશે જેની પેસ્લિપ તમે ડાઉનલોડ કરવા માંગો છો, અને પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી પેસ્લિપ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે, જે જોવા માટે તમારે તમારો પેસ્લિપ પાસવર્ડ કોડ દાખલ કરવો પડશે.
  • આ રીતે તમે Hamraaz App પરથી કોઈપણ મહિનાની પેસ્લિપ ડાઉનલોડ કરી શકો છો.

હમરાઝ વેબ સાઇટ પર કેવી રીતે સાઇન અપ કરવું?

  • સૌ પહેલા ઓફિશિયલ વેબસાઇટ hamraazmp8.gov.in પર જાઓ, ત્યાં મેનૂ બારમાં Hamraaz App સાઇન અપ વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • આ પછી, તમારી સામે એક બોક્સ ખુલશે, જ્યાં તમને તમારા પાન કાર્ડની માહિતી પૂછવામાં આવશે, તેને ભરો અને સબમિટ કરો.
  • આ પછી એક નવું પેજ ખુલશે જ્યાં તમને તમારો રેજિમેન્ટ નંબર અને અન્ય જાણકારી પૂછવામાં આવશે, તેની મદદથી તમે તમારું યુઝરનેમ અને પાસવર્ડ બનાવી શકો છો.
  • આ રીતે તમે Hamraaz Appમાં સાઇનઅપ કરી શકો છો, અને તે પછી તમે Hamraaz Appને લોગઇન કરી શકો છો.

Hamraaz Appકેવી રીતે લોગીન કરવી?

Hamraaz App લોગીન બે રીતે કરી શકાય છે, પહેલું Hamraaz App પર્સનલ લોગીન અને બીજું Hamraaz Appએડમિન લોગીન. લોગીન જાણકારી નીચે મુજબ છે-

  • સૌ પ્રથમ Hamraaz App અથવા સાઇટની મુલાકાત લો ત્યાં મેનુ બારમાં Hamraaz App લોગીન વિકલ્પ દેખસે તેના પર ક્લિક કરો.
  • જો તમે સૈનિક છો તો પર્સનલ લોગિન પર ક્લિક કરો અને જો તમે એડમિન છો તો એડમિન લોગિન પર ક્લિક કરો.
  • આ પછી તમારી સામે એક બોક્સ ખુલશે જેમાં તમે તમારા યુઝરનેમ અને પાસવર્ડની મદદથી Hamraaz Appને લોગીન કરી શકો છો.
  • આ ઉપરાંત જો તમે Hamraaz Appપાસવર્ડ ભૂલી ગયા છો, તો તમે મેનુ બારમાં “ફોર્ગેટ પાસવર્ડ” વિકલ્પ પર ક્લિક કરીને તેને રીસેટ કરી શકો છો.

Hamraaz Appને લગતા કેટલાક ઇમ્પોર્ટેંટ પ્રશ્નો અને જવાબો

હમરાઝ એપ શું છે?

Hamraaz App એક પોકેટ એપ છે જે ભારતીય જાવાનો માટે બનાવવામાં આવી છે, જેની મદદથી સેનાના જવાનો તેમના વિભાગ સંબંધિત તમામ કામ જેમ કે પેસ્લિપ વગેરે ડાઉનલોડ કરી શકે છે.

હમરાઝ એપ નો ઉપયોગ કોણ કોણ કરી શકે છે,

આ એપનો ઉપયોગ માત્ર આર્મીના જવાનો જ કરી શકે છે. તે સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ નથી.

આ એપમાં લોગીન/રજીસ્ટર કેવી રીતે કરવું?

તમે Hamraaz વેબ ઓફિશિયલની મુલાકાત લઈને ખૂબ જ સરળતાથી લોગીન અને રજીસ્ટ્રેસન કરાવી શકો છો

આશા છે કે, ભારતીય જવાન ભાઈઓને અમારા દ્વારા આપવામાં આવેલી Hamraaz App એપ્લિકેશનને લગતી આ જાણકારી પસંદ આવી હશે. જો તમને આને લગતો કોઈ પ્રશ્ન હોય તો અમને નીચેના કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.

Related Posts

Post a Comment