Mal Vahak Vahan Sahay Yojana : આઇ-ખેડૂત માલ વાહક વાહન સબસિડી યોજના

Mal Vahak Vahan Sahay Yojana2023 : આઇ-ખેડૂત માલ વાહક વાહન સબસિડી  યોજના 2023

Kisan Parivahan Yojana 2023 - કિસાન પરિવહન યોજના, ઓનલાઈન અરજી

Kisan Mal Vahak Vahan Yojana Gujarat 2023@ https://ikhedut.gujarat.gov.in | શું તમે પણ  માલ વાહક વાહન સબસિડી સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ લેખમા માલ વાહક વાહન પર સબસિડીની પુરી વિગતો બતાવવામાં આવી છે તો આ લેખને અંત સુધી વાંચવા માટે વિનંતી

Mal Vahak Vahan Sahay Yojana Gujarat: ગુજરાત રાજ્યમા અલગ અલગ વિભાગ દ્વારા ધણી બધી સ્કીમો બહાર પાડવામાં આવે છે.કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર સંગઠન દ્વારા ખેડૂતો માટે નવી યોજનાંઓ બહાર પાડવામાં આવી છે.ખેડૂતો ખેતી કામમાં અવનવી રીતો અપવાનીવે,પાક ઉત્પાદન વધારી તે માટે ગુજરાત સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.જેના માટે આઇ-ખેડૂત વેબસાઇટ બનાવવામા આવે છે

આ વેબસાઇટ પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ,બાગાયતી સ્કીમો વગેરે ચલાવવામાં આવે છે. આ લેખ દ્રારા ખેતીવાડી વિભાગની માલ વાહક વાહન પર સબસિડી સહાય વિશે વાત કરી શું તમે પણ .Khedut Mal Vahak Vahan Sahay Yojana Gujarat નો લાભ લેવા માટેની શું-શું પાત્રતા છે. અને લાભ કેવી રીતે આઈ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકાય તેની વિગતો  મેળવીશું

Khedut Mal Vahak Vahan Sahay Yojana 

  • યોજનાનું નામ - માલ વાહક વાહન યોજના / Mal Vahak Vahan Sahay Yojana Gujarat
  • લેખની ભાષા - અગ્રેજી અને ગુજરાતી
  • લાભાર્થી - ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતોને
  • ઉદ્દેશ્ય / હેતુ - ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક APMC સુધી લઈ જવા માલ વાહન સાધનની ખરીદી પર સબસીડી
  • સહાય સબસિડી No-1 - નાના,સીમાંત,મહિલા, એસ.સી/એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 35 %
  • અથવા રૂપિયા. 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • સહાય સબસિડી No-2 - સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25 %
  • અથવા રૂપિયા. 50,000/- બે માંથી જે ઓછું હોય તે
  • સત્તાવાર પોર્ટલ - https://ikhedut.gujarat.gov.in/

માલ વાહક વાહન સબસિડી સહાય યોજના વિષે ટૂંકમાં વિગતો 

કેન્દ્ર સરકાર દ્વારા કિસનોની આવક વધારવા માટે અવનવી ખેડૂતલક્ષી સ્કીમો અમલીકરણ કરે છે. જે હેતુને સિદ્ધ કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર કિસાન યોજનાઓ દર વર્ષે બહાર પડે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પન્ન થતાં પાકના પરિવહન માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે.

ઘણા કિસનોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Goods Carriage Vehicle / ગુડ્ઝ કેરેજ વાહન નો પણ ઉપયોગ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખેતપેદાશોને સરળતાથી ખેત બજારો સુધી પહોંચાડી શકે અને ખેડૂતો Goods Carriage Vehicle / ગુડ્ઝ કેરેજ વાહન ખરીદી શકે તે માટે માલ વાહક વાહન પર સબસીડી સહાય બહાર પાડેલ છે.

કિસનો દ્વારા ઉત્પાદન થયેલા પોતાના પાકને નજીકના બજારો સુધી, પહોંચાડવામાં તકલીફ ન રહે તે માટે સાધન સબસિડી સહાય આપવામાં આવે છે. ખેડૂતોને માલ વાહક સાધનની ખરીદી પર સબસીડી સહાય આપવામાં આવે છે.ગુજરાત Kisan Parivahan Yojana ઓનલાઈન ફોર્મ કરવાની હોય છે

Eligibility Criteria For Gujarat Mal Vahak Vahan Sahay Scheme

  1. લાભાર્થી ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  2. નાના, સિમાંત, મહિલા, એસ.ટી,એસ.સી,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
  3. અરજદાર ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  4. અરજદાર ખેડૂત વન અધિકાર સર્ટિફિકેટ ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  5. અરજદાર ખેડૂતોઓએ કિસાન પરિવહન યોજનાનો ફરીથી લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
  6. ખેડૂત અરજદારએ આ યોજનાનો લાભ લેવા I-khedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

Gujarat Mal Vahak Vahan Sahay Yojana નું સહાય ધોરણ

સામાન્ય અને અન્ય ખેડૂતોને:કિસાન પરિવાહન યોજના ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા રૂપિયા. 50,000/- બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી સહાય મળશે.

મહિલા, નાના, સીમાંત,અનુસુચિત જાતિઅને અનુસુચિત જન જાતિ ખેડૂતોને:- કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 35 % અથવા રૂપિયા. 75,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી સહાય મળશે.

માલ વાહક વાહન યોજનાની સાધન ખરીદીની શરતો

  • આઈ ખેડૂત વેબસાઇટ દ્વારા નક્કી એમ્પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • આઇ-ખેડૂત માલ વાહક વાહન સબસિડી યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્‍સ ધરાવતો હોવો જોઈએ

Mal Vahak Vahan Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. Ikhedut Portal 7/12
  2. લાભાર્થીની આધારકાર્ડની નકલ
  3. જો ખેડુત S.T જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  4. જો ખેડુત S.C જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  5. રેશનકાર્ડની નકલ
  6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  7. વન અધિકાર વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  8.  ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  9. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
  10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  12. લાઈસન્‍સ

How To Online Apply Mal Vahak Vahan Sahay Yojana

માલ વહન પરિવહન યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut Portal પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે છે. ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા પોતાની ગ્રામ પંચાયત ખાતેથી કોમ્પ્યુટર સાહસિક (VCE) મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન અરજી કેવી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Chrome Search માં “ikhedut website” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Chrome Search માં જે પરિણામ આવે તેમાંથી @ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
  • આઈ ખેડૂત વેબસાઇટ  ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-1 પર “ખેતીવાડી ની યોજના” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
  • જેમાં “Mal Vahak Vahan Sahay Yojana” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે ઓનલાઇન નોધણી કરેલ હોય તો “યસ” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • અરજદારએ આઇ-ખેડૂત પોર્ટલ પર નોધની કરેલ નથી તો ‘No’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજદારખેડૂતે કિસાન પરિવહન યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં સંપૂર્ણ વિગતો ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ અરજદારએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • અરજદારએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે

મહત્વપૂર્ણ લીંક

  • અરજી કરવા માટે - અહીં ક્લિક કરો
  • અધિકૃત વેબસાઇટ પર વિઝિટ માટે - અહીં ક્લિક કરો

FAQs: આઇ-ખેડૂત માલ વાહક વાહન સબસિડી યોજના 

Q1.આ ખેડૂત સહાય યોજનનુ નામ શું છે?

  • આ ખેડૂત સહાય યોજનાનું નામ માલ વાહક વાહન યોજના છે.

Q2.ખેડૂત સહાય યોજનાનો લાભ ક્યાં રાજ્યના ખેડૂતો લઈ શકે છે?

  • આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના ખેડૂતો લઈ શકે છે.

Q3.આઇ-ખેડૂત માલ વાહક વાહન સબસિડી યોજના માં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ કઈ છે?

  • આઇ-ખેડૂત માલ વાહક વાહન સબસિડી સહાયયોજના માં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in છે

Related Posts

Post a Comment